છેલ્લા કેટલાક મહિનાઓથી ગુજરાતની રાજનીતિમાં ચાલી રહેલી અટકળોને અંત આપતાં પાટીદાર અગ્રણી નરેશ પટેલે ગુરુવારે સક્રિય રાજનીતિમાં આવવાનો ઈનકાર કરી દીધો છે. કોંગ્રેસ આગામી ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નરેશ પટેલને પાર્ટીમાં જોડાવાની આશા રાખીને બેઠી હતી. જો કે નરેશ પટેલે આજે સ્પષ્ટતા કરતાં કોંગ્રેસની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.
ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ચોમાસું વિધિવત રીતે બેસી ગયું છે, ત્યારે આજે પણ અનેક ભાગોમાં વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં અમરેલી, રાજુલા, ખાંભા ગીરના ગ્રામ્ય પંથક, લખતર જેવા ભાગોમાં વરસાદ પડતા આહલાદક વાતાવરણ સર્જાયું હતું.